અહેમદપુર
માંડવી સમુદ્ર કિનારો - ગુજરાતના અહેમદપુર માંડવી માં આવેલ સમુદ્ર કિનારો
ભારતનો એક સુંદ્ર સમુદ્ર કિનારામાંનો એક છે. આ અહેમદપુર નામના કચ્છના
મહારાવના ઐતિહાસિક શહેરમાં આવેલ છે.
ચોરવાડ સમુદ્ર કિનારો -
ચોરવાડ સમુદ્ર કિનારો એ ભારતના પશ્ચિમ કાંઠે આવેલ એક રમણીય સમુદ્ર કિનારો
છે. તે જૂનાગઢ શહેરથી ૬૬ કિમી દૂર આવેલ છે. ચોરવાડ સ્થાનીય તેમજ
આમ્તરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે છે. આ સમુદ્રકિનારે પથ્થર અને શિલાઓ આવેલ
છે. અને અહીં રોમાંચક વહાણ સવારી ઉપલબ્ધ છે.
દીવ સમુદ્ર કિનારો -
દીવ સમુદ્ર કિનારો એ સૌરાષ્ટ્રને કિનારે આવેલો છે અને તે ગુજરાત રાજ્ય
સાથે કોઝવે દ્વારા જોડાયેલ છે દીવ એક નિયંત્રિત ટાપુ છે અને ત્યાં વસતિ ખૂબ
ઓછી છે. આથી આ જગ્યા રોજિંદી ચિંતાઓ અને તનાવથી દૂર એક શાંત વેકેશન માટૅ
ઉત્તમ જગ્યા છે.
ગોપનાથ સમુદ્ર કિનારો - ગોપનાથ સમુદ્ર કિનારો
ગુજરાતના ભવનગર જિલ્લામાં આવેલ છે. તે તલાજા તાલુકામાં આવે છે. તે ખંભાતનઅ
અખાતના કિનારે આવેલો છે અને તલાજાથી ૨૨ કિમી દૂર છે. આ એક એજ અછુતો કિનારો
છે જે તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. ગોહીલવાડના રાજા ગોપનાથ નો
એક કિલ્લો અહીં અવેલો છે.
કચ્છ માંડવી સમુદ્ર કિનારો;— કચ્છ
માંડવી શહેરમાં આવેલ દરિયા કિનારો એક મહત્ત્વપૂર્ણ દરિયા કિનારો છે. ભૂજથી
૭૫ કિમી દૂર આવેલ માંડવી એક કચ્છના મહાવરાવનું ઐતિહાસિક બંદર હતું.
ઉમરગામ સમુદ્ર કિનારો - ઉમરગામ એ મુંબઈ સૂરત રેલ્વે માર્ગ થી ૬ કિમી દૂર
આવેલ છે. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના પહેલા આ ક્ષેત્ર થાણે જિલ્લાનો ભાગ
હતો. ઉમરગામ નારગોળ ખાડીના દક્ષિણ કિનારે આવેલો છે. બે સદી પહેલા સુધી આ એજ
નાનકડું ગામ હતું જે નારગોળ બંદર અને ખાડીના ઉત્તરી કિનારે દરિયાઈ
વસ્તુઓના આવાગમન માટે કેંદ્ર હતું
તિથલ સમુદ્ર કિનારો (વલસાડ) આ સમુદ્રકિનારો વલસાડ શહેરથી ૫ કિ દૂર આવેલ છે. અહીં દરિયા કિનારે એક મંદિર આવેલું છે.
About Admin MC3
This is dummy text. It is not meant to be read. Accordingly, it is difficult to figure out when to end it. But then, this is dummy text. It is not meant to be read. Period.
ConversionConversion EmoticonEmoticon