માહિતી અધિકાર અધિનિયમ 2005 (આરટીઆઇ (RTI) ) એ
ભારતીય સંસદનો કાયદો છે. તે "ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ નાગરિકો માટે માહિતી
મેળવવાના અધિકારના વાસ્તવિક વહીવટની સ્થાપના કરવા" માટે માહિતીની
સ્વતંત્રતાના કાયદાનું અમલીકરણ છે. આ કાયદો
ભારતનાં બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પડે છે. જો કે
તેમાં રાજ્ય કક્ષાના કાયદાથી સંચાલિત જમ્મુ અને કાશ્મીર રાજ્યનો સમાવેશ થતો
નથી. આ કાયદાની જોગવાઇઓ હેઠળ, કોઇ પણ નાગરિક (J&Kના નાગરિકો સિવાય)
"જાહેર સત્તાધિકારી" (સરકાર અથવા "રાજ્યોના સાધનરૂપ" તરીકે કામ કરનાર
સંસ્થા) પાસેથી માહિતીની માગ કરી શકશે અને તેમણે ઝડપથી અથવા ત્રીસ દિવસના
ગાળામાં તેનો જવાબ આપવો જરૂરી છે. આ કાયદા અનુસાર પ્રત્યેક જાહેર
સત્તાધિકારીએ ખૂબ જ વિસ્તૃત રીતે તેમની માહિતીને કોમ્પ્યુટરાઇઝ કરવી પડે છે
અને કેટલીક ચોક્કસ પ્રકારની માહિતીને સક્રિય રીતે જાહેર કરવી પડે છે કે
જેથી નાગરિકને માહિતીની વિનંતી કરતી વખતે લઘુત્તમ સ્રોતની જરૂરિયાત ઊભી
થાય. 15મી જૂન, 2005ના રોજ આ કાયદો પસાર કરવામાં આવ્યો અને 13મી ઑક્ટોબર,
2005ના રોજ સંપૂર્ણ રીતે અમલમાં આવ્યો હતો[૧]. ભારતમાં અત્યાર સુધી ઓફિશ્યલ
સિક્રેટ એક્ટ 1923 અને અન્ય વિશેષ કાયદાઓ પ્રમાણે માહિતી જાહેર કરવા પર
પ્રતિબંધો હતો તે નવા આરટીઆઇ(RTI) એક્ટ આવતા હળવા થયા છે
માહિતી
આ કાયદો દર્શાવે છે કે નાગરિકો પાસે નીચેના હકો છે:
કોઇ પણ માહિતી મેળવવા માટે વિનંતી (દર્શાવ્યા પ્રમાણે).
દસ્તાવેજોની નકલ લઇ જવી.
દસ્તાવેજો, કામગીરી અને રેકોર્ડ્ઝની તપાસ કરવી.
કામગીરીના માલના અધિકૃત નમૂના લઇ જવા.
પ્રિન્ટ્સ, ડિસ્કેટીસ, ફ્લોપિઝ, ટેપ્સ, વિડીઓ કેસેટ્સ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક પદ્ધતિ દ્વારા અથવા પ્રિન્ટઆઉટ્સ દ્વારા માહિતી પ્રાપ્ત કરવી.
કઈ માહિતી છતી કરી શકાતી નથી? == નીચેની માહિતીને જાહેરાતમાંથી મુક્તિ આપવામાં આવી છે
માહિતી, કે જેની જાહેરાત ભારતની સાર્વભૌમત્વતા અને સંકલિતતા, રાજ્યની સલામતી, "વ્યૂહાત્મક, વૈજ્ઞાનિક અને આર્થિક" હિતો, વિદેશી રાજ્ય સાથેના સંબંધને પક્ષપાતી રીતે અસર કરશે અથવા આક્રમણની ઉશ્કેરણીમાં પરિણમી શકે;
કોઇ પણ કોર્ટ અથવા ટ્રીબ્યૂનલના કાયદા દ્વારા માહિતી પ્રસિદ્દ કરવાની મનાઇ વ્યક્ત કરવામાં આવી હોય અથવા જેની જાહેરાતમાં કોર્ટના તિરસ્કારનો સમાવેશ થતો હોય;
માહિતી કે જેની જાહેરાત સંસદના અથવા રાજ્યની વિધાનસભાના વિશેષાધિકારનો ભંગ કરતી હોય;
વ્યાપારી વિશ્વાસ, વેપારના રહસ્યો અથવા બૌદ્ધિક સંપત્તિ સહિતની માહિતી, જેની જાહેરાત કરવાથી ત્રીજા પક્ષકારની સ્પર્ધાત્મક સ્થિતિને નુકસાન કરે તેવી હોય, જો આ પ્રકારની માહિતીની જાહેરાતને મોટા જાહેર હિતો રોકતા હોય તેની સાથે સક્ષમ અધિકારીને સંતોષ ન હોય તો;
જે તે વ્યક્તિને તેના ન્યાસ સંબંધને કારણે ઉપલબ્ધ માહિતી, જો આ પ્રકારની માહિતીની જાહેરાતને મોટા જાહેર હિતો રોકતા હોય તેની સાથે સક્ષમ અધિકારીને સંતોષ ન હોય તો;
વિદેશી સરકારના વિશ્વાસમાં પ્રાપ્ત કરવામાં આવેલી માહિતી;
જે-તે વ્યક્તિના જીવન માટે જોખમી બનતી હોય અથવા શારીરિક સલામતી જોખમાતી હોય અથવા લાગુ પડાયેલ કાયદા અથવા સલામતી હેતુઓ માટે વિશ્વાસથી આપેલી સહાય, એવી માહિતીની જાહેરાત;
એવી માહિતી કે જે તપાસની પ્રક્રિયા અથવા દહેશત ફેલાવે અથવા અપરાધીની કાર્યવાહીની પ્રક્રિયામાં અવરોધ ઊભી કરતી હોય;
પ્રધાનો, સચિવો અને અન્ય અધિકારીઓની કાઉન્સિલની ચર્ચાવિચારણાઓની રેકોર્ડઝ સહિતના કેબિનેટ પેપર્સ;
જે માહિતી અંગત માહિતીને લાગતીવળગતી હોય, તેની જાહેરાતને કોઇ જાહેર કામગીરી અથવા હિત અથવા જે-તે વ્યક્તિની ગોપનીયતા પરના કારણ વિનાનું આક્રમણ કરતી હોય (પરંતુ તે પણ એ શરતે કે તે માહિતીનો સંસદ અથવા રાજ્ય ધારાસભાને માહિતી આપવાનો ઇનકાર કરી શકાય નહીં, તેને આ અપવાદ દ્વારા ઇનકાર કરી શકાશે નહીં) તેવી માહિતીની જાહેરાત;
ઉપર કોઇ પણ અપવાદો દર્શાવ્યા છતાં પણ જાહેર અધિકારી, જો માહિતીની જાહેરાત રક્ષિત હિતોને નુકસાન ન પહોંચાડતી હોય તો તે માહિતી જોવાની મંજૂરી આપી શકે છે. (નોંધ: આ જોગવાઇની કાયદાની પેટાકલમ 11(1)ની જોગવાઇ અનુસાર માન્ય કરવામાં આવી છે, જે 8(1)(d)સાથે વાંચતા આ અધિનિયમ હેઠળ "વેપાર અથવા વ્યાપારી રહસ્ય કાયદા દ્વારા રક્ષિત છે" તેની જાહેરાતને મુક્તિ આપે છે)'
સરકારની ભૂમિકા
કાયદાની કલમ 26 ભારતીય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને (J&K સિવાય) નીચે જરૂરી પગલાં ભરવા આદેશ આપે છે:
ખાસ કરીને લાભથી વંચિત સમાજો માટે આરટીઆઇ(RTI) પર શૈક્ષણિક કાર્યક્રમો વિકસાવવા.
આ પ્રકારના કાર્યક્રમોના વિકાસ અને સંચાલનમાં ભાગ લેવા માટે જાહેર સત્તાને પ્રોત્સાહન આપવું.
જાહેર જનતાને સમયસર સાચી માહિતી આપવાને પ્રોત્સાહન આપવું.
અધિકારીઓને તાલીમ આપવી અને તાલીમ સામગ્રીઓનો વિકાસ કરવો.
સંબંધિત સત્તાવાર સુધારાઓમાં જાહેર જનતા માટે યૂઝર ગાઇડ (વપરાશકર્તા માર્ગદર્શિકા) તૈયાર કરવી અને પ્રચાર કરવો.
પીઆઇઓ(PIOs)ના નામ, હોદ્દાઓ, પોસ્ટલ સરનામું અને સંપર્ક વિગતો અને માહિતી જેમ કે ચૂકવવામાં આવનારી ફી, જો વિનંતી ફગાવી દેવામાં આવે તો કાયદામાં ઉપલબ્ધ ઉપાયોની માહિતીને પ્રકાશિત કરવી.
◘◘આ કાયદાને લાગુ પાડતી વખતે સમસ્યાઓ સાથે કામ પાર પાડવાની સત્તા કોની પાસે છે?
કાયદામાં જોગવાઇઓને અસર આપતી વખતે જો કોઇ સમસ્યા ઉદ્ભવે તો કેન્દ્ર સરકાર સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત આદેશ દ્વારા સમસ્યાને દૂર કરવા માટે જરૂરી/અનુકૂળ જોગવાઇઓ કરી શકે છે

ConversionConversion EmoticonEmoticon